મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સાયલામાં દિવાળી ટાણે વિજ ચેકિંગથી બુકીંગ કનેક્શનો સામે દંડની કાર્યવાહી

સોર્સ: gstv

દિવાળીના પર્વ સમયે સાયલા ગામે પીજીવીસીએલ દ્વારા ઓચિંતી હાથ ધરાયેલી વિજ ચેકિંગ ઝુંબેશથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. સુરત, બોટાદ અને સુરેન્દ્રનગર સહિતની દસથી વધુ ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે સાયલાના જુદા જુદા વિસ્તારોમાં ઘરોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ઘરવપરાશના પાંત્રીસ જેટલા વિજ કનેક્શનો તપાસવામાં આવ્યા હતા, જેમાંથી વીસ કનેક્શનોમાં ગંભીર ગેરરીતિ અને ચોરી સામે આવતા તંત્ર દ્વારા આઠ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તહેવારોના સમયે જ થયેલી આ કાર્યવાહીથી વિજ ગ્રાહકોમાં ફફડાટ અને નારાજગી વ્યાપી ગઈ છે.

આ સમાચાર શેર કરો