VIDEO: ગોધરામાં નવનિર્મિત બિલ્ડિંગની પાલક તૂટી પડતાં રાહદારી ગંભીર રીતે ઘવાયો
પંચમહાલના ગોધરામાં ખાનગી કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
પંચમહાલના ગોધરામાં ખાનગી કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. નવી બનતી હોસ્પિટલના બિલ્ડિંગની કામગીરી દરમિયાન પાલક બાંધવામાં આવી હતી. ગોધરાના ચર્ચ વિસ્તારમાં બાંધવામાં આવેલ આ પાલક તૂટી પડતાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં એક રાહદારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અચાનક પાલક તૂટી પાડવાના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. ઇજાગ્રસ્ત રાહદારીને સારવાર અર્થે ગોધરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.




