Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : VIDEO/ Patan: Vacation is over, schools in the district are buzzing with children's voices

VIDEO/ Patan: વેકેશન પૂરું, જિલ્લાની શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઊઠી

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ (સિદ્ધપુર): ગુજરાતમાં ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ આજથી નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭નો ધામધૂમથી પ્રારંભ થયો છે. લાંબા વેકેશન બાદ આજે શાળાઓ ખૂલતાં જ વિદ્યાર્થીઓના કલરવથી સરસ્વતીના ધામ ગુંજી ઊઠ્યા હતા. ખાસ કરીને બાળમંદિર અને ધોરણ-૧માં પ્રવેશ મેળવતા ભૂલકાંઓ માટે આજનો દિવસ ઉત્સાહભર્યો રહ્યો હતો.

જો પાટણ જિલ્લાની વાત કરીએ તો, જિલ્લાની અંદાજે ૭૯૩ શાળાઓમાં ૧,૫૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ નવા સત્ર સાથે પોતાના અભ્યાસના શ્રીગણેશ કરશે. શાળાઓ દ્વારા પણ કુમકુમ તિલક અને ફૂલ આપીને નવા પ્રવેશ મેળવતા બાળકોનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

App Store