Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : VIDEO: MLA and Chief Officer face to face on water dispute issue in Patan

VIDEO: પાટણમાં પાણીના સંપ મુદ્દે ધારાસભ્ય અને ચીફ ઓફિસર આમને-સામને

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પાટણના સિદ્ધહેમ નગર સંપના પાણીના મામલે ધારાસભ્ય કિરીટ પટેલ અને ચીફ ઓફિસર હિરલ ઠાકર વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. ધારાસભ્યના આક્ષેપોનો જવાબ આપતા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, ધારાસભ્ય પ્રજામાં ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે.તેમણે સ્પષ્ટ કર્યું કે, ૧૦ લાખ લીટરના સંપ માટે ટેન્ડર થઈ ચૂક્યું છે, પરંતુ સ્થાનિક સ્તરે જમીન લેવલે સંપ બનાવવાનો આગ્રહ રખાઈ રહ્યો છે. ટેકનિકલ દ્રષ્ટિએ જમીન લેવલે સંપ બનાવવાથી ચોમાસાનું ગંદુ પાણી ભળવાની અને ગુણવત્તા બગડવાની ભીતિ છે. પાલિકા દ્વારા ગ્રેવિટી અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ડિઝાઈન તૈયાર કરાઈ છે. વધુમાં, TDS ઘટાડવા અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ માટે રિચાર્જ વેલનું આયોજન હાથ ધરાયું છે. પાલિકા પાણીની ગુણવત્તા સુધારવા માટે કટિબદ્ધ હોવાનું જણાવી તેમણે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

App Store