Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : VIDEO: Anti-social elements created terror in Chansma, policemen fled in a van

VIDEO: ચાણસ્મામાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, પોલીસકર્મીઓ વાનમાં બેસીને ભાગ્યા

Timeછેલ્લું અપડેટ : 17 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજ્યના પાટણમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  પાટણના ચાણસ્મામાં અસામાજિક તત્વો બેફામ જોવા મળ્યા છે. જનરક્ષક ગણાતી પોલીસ જ અસામાજિક તત્વોથી ડરથી નાસી ગઈ હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. ભાવેશ રબારી નામના શખ્સના ઘર પર લાકડી-ધોકા સાથે અજાણ્યા શખ્સોનું ટોળું ધસી આવતા અફરાતફરી મચી ગઈ હતી. ટોળાએ ઘરમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. આ સમયે બે પોલીસ વાહન સાથે પોલીસ કર્મીઓ હાજર હતા.

App Store

 પોલીસ કર્મીઓ વાનમાં બેસીને નાસી ગયા

પોલીસ કર્મીઓ લુખ્ખા તત્વો પર કંટ્રોલ કરવાની જગ્યાએ પોલીસ કર્મીઓ વાનમાં બેસીને નાસી ગયા હતા. જેથી લોકોની રક્ષક ગણાતી પોલીસ પર જ સવાલ ઉઠ્યા છે.

17 લોકો સામે નોંધાઈ ફરિયાદ

આ ઘટનાને પગલે ચાણસ્મા પોલીસ મથકે બે ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક ફરિયાદ પોલીસ દ્વારા નોંધાઈ છે, બીજી ફરિયાદ રોનક દેસાઈએ બે વ્યક્તિઓના નામજોગ સહિત કુલ 17 લોકો સામે નોંધાવી છે.