Patan news: રાધનપુર APMCમાં આહીર બ્રધર નામની પેઢીમાં દરોડા

સોર્સ : GSTV
Patan news: પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલી રાધનપુર એપીએમસીમાં આહીર બ્રધર નામની પેઢીમાં પાટણ જિલ્લા પુરવઠા વિભાગે દરોડા પાડયા હતા. ત્યારબાદ તપાસમાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો મોટો જથ્થો મળ્યો હતો.
મળતી માહિતી અનુસાર, રાધનપુરમાં આવેલી એપીએમસીમાં આજે પાટણ જિલ્લા પુરવઠા વિભાગની ટીમે બાતમીના આધારે ઓચિંતી રેડ પાડી હતી. જેમાં આહીર બ્રધર નામની પેઢીમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પુરવઠા વિભાગને તપાસમાં પેઢીમાંથી શંકાસ્પદ ઘઉં તેમજ ચોખાનો અનાજનો જથ્થો મળ્યો હતો. 1980 કિલો ઘઉં અને 10234 કિલો ચોખાનો મળી કુલ 3,31,758નો મુદ્દામાલ સિઝ કર્યો હતો. જે બાદ આ સીઝ કરેલા તમામ મુદ્દામાલને રાધનપુર ગોડાઉન ખાતે રખાયો હતો.

