Patan News: નવા બસ સ્ટેશનની BU પરમિશન મુદ્દે બીજેપીના સભ્યોનો ગંભીર આક્ષેપ

સોર્સ : GSTV
પાટણના નવા બસ સ્ટેશનની BU પરમિશન મુદ્દે સાશક પક્ષ બીજેપીના સભ્યોએ ચીફ ઓફિસર સામે ગંભીર આક્ષેપ કર્યા છે.
કારીબારી ચેરમેન, ઉપપ્રમુખ સહિત વિવિધ સમિતિના સભ્યોએ આજે આઇકોનિક બસ સ્ટેશનની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતુ. તે મુજબ બસ સ્ટેન્ડમાં હજી મોટાભાગની દુકાનોનું બાંધકામ ચાલી રહ્યું છે. બાંધકામ ચાલુ હોવા છતાં કયા કારણોસર ચીફ ઓફિસરે બીયુ પરમિશન આપી તેને લઈને સવાલો ઉઠ્યા છે.
ચીફ ઓફિસરે લેતી દેતી કરીને બીયુ પરમિશન આપી હોવાના ભાજપના સભ્યોએ આક્ષેપ કર્યા છે. ભાજપના આ મોટા ગ્રુપ દ્વારા BU પરમિશન મુદ્દે ચીફ ઓફિસર સામે રહેવાની પણ તૈયારી બતાવવામાં આવી છે.

