VIDEO: પાટણ / વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સાયકલ રેલી યોજાઈ
સોર્સ : gstv
સમગ્ર વિશ્વમાં આજે ૩ જૂના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત પાટણ ખાતે પણ પર્યાવરણની જાળવણી અને સ્વાસ્થ્ય પ્રત્યે લોકજાગૃતિ લાવવાના હેતુથી એક ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.પાટણની વિવિધ સંસ્થાઓ જેવી કે સાયકલ રાઇડર્સ ક્લબ, રોટરી ક્લબ અને એક્ટિવ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આ રેલી યોજાઈ હતી. રેલવે સ્ટેશનથી શરૂ થઈને વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક વિરાસત રાણીની વાવ સુધી પહોંચેલી આ રેલીને પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં સાયકલ સવાર યુવાનો અને ઉત્સાહી શહેરીજનોએ ભાગ લઈને ફિટનેસનો સંદેશ આપ્યો હતો.

