Patan: હોમગાર્ડે બિલ મંજૂર કરી આપવા માંગી લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો

સોર્સ : GSTV
પાટણના હોમગાર્ડ યુનિટમાં લાંચના આરોપસર એક કર્મચારીને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપી રાજેશ વૈષ્ણવ, જે હોમગાર્ડ યુનિટમાં પગાર બિલ અને વહીવટી કામગીરી સંભાળે છે, તેણે ફરિયાદી પાસેથી 12 હજાર રૂપિયાનું બિલ મંજૂર કરવા માટે 2 હજાર રૂપિયાની લાંચની માંગ કરી હતી. ફરિયાદીએ આ અંગે પાટણ ACBને જાણ કરતા ACBની ટીમે આરોપી પર નજર રાખી છટકું ગોઠવ્યું હતું. આ ઘટનાના કારણે વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

