Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Bulldozer action continues on the second day at the farmhouse of notorious Bhavesh Rabari of Chansma

VIDEO: ચાણસ્માના કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મહાઉસ પર બીજા દિવસે પણ બુલડોઝર કાર્યવાહી યથાવત

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે સરકારી તંત્ર દ્વારા બીજા દિવસે પણ ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી તેજ બનાવવામાં આવી છે. 'સ્ટેટ ઓફ રામાધણી' મિલકત પર થયેલા ગેરકાયદે દબાણોને જેસીબી  મશીન દ્વારા જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે, જેમાં શેડ અને ફ્લોરિંગના બાંધકામોનો સમાવેશ થાય છે.

App Store

ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ફાર્મહાઉસ બનાવ્યું

ઝીલીયા ગામના ફાર્મહાઉસ અને પોલીસ વાન ઉપર થયેલા હુમલાના કેસમાં પોલીસે જણાવ્યું કે  ભાવેશ રબારીએ ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ફાર્મહાઉસ બનાવ્યું હતું. મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીના ફાર્મહાઉસ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.ચાણસ્મા વહીવટી વિભાગ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.

મુખ્ય બંગલો તોડવામાં આવશે

ચાણસ્માના ઝીલીયા ગામે આવેલ વિવાદાસ્પદ સ્ટેટ ઓફ રામાધણી  ગેરકાયદે બાંધકામ ના ડિમોલેશનનો આજે બીજો દિવસ છે, તેમાં 500 મીટર ત્રિજ્યામાં ફેલાયેલો પ્રોટેક્સન વૉલ ગેટ, તેમજ પતરાના શેડ તોડી પાડયા છે, બાદ મુખ્ય બંગલો તોડવા બાબતે વહીવટી તંત્ર પરમર્ષ કરી રહ્યું છે. હાલ તો અધ્યતન સુવિધા સભર મકાનનું સામાન હટાવી લેવાની કામગીરી હાથ ધરાઈ છે.