VIDEO: Patan /કૂવામાંથી મળ્યા માતા-પુત્રના મૃતદેહ; પતિ અને સસરા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
સોર્સ : gstv
પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર (હંસનગર) ગામે માતા-પુત્રના શંકાસ્પદ મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 23 વર્ષીય પરણિતા અને તેના માત્ર એક વર્ષના પુત્રનો મૃતદેહ ગામના કુવામાંથી મળી આવતા ચકચાર મચી છે. આ મામલે પરણિતાના પિતાએ પતિ અને સસરા વિરુદ્ધ માનસિક ત્રાસ અને મરવા મજબૂર કરવા અંગેની ગંભીર ફરિયાદ નોંધાવી છે. મૃતક પરણિતાના પિતા દેવુભાઇ ઠાકોરે પોતાની દીકરી અને પૌત્રના મોત મામલે સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પિતાએ આક્ષેપ કર્યો છે કે, હંસાબેનનો પતિ તેના ચરિત્ર પર શંકા રાખીને અવારનવાર માનસિક ત્રાસ આપતો હતો. આ સતત ચાલતા ઘરકંકાસ અને ત્રાસથી કંટાળીને હંસાબેને આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

