VIDEO: પાટણઃ મેઘરાજાની તોફાની એન્ટ્રી, પાટણ-સરસ્વતીમાં ૧૨૫ મિમી વરસાદ
પાટણ જિલ્લામાં લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ વીજળીના કડાકા-ભડાકા સાથે ધમાકેદાર એન્ટ

પાટણ જિલ્લામાં લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ વીજળીના કડાકા-ભડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે. પાટણ શહેર અને સરસ્વતી તાલુકામાં માત્ર થોડા કલાકોમાં જ ૧૨૫ મિમી વરસાદ ખાબકતા ચારેતરફ પાણી ભરાયા હતા. સિઝનના પ્રથમ રાઉન્ડમાં જ જિલ્લામાં ૧ થી ૫ ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. જોકે, પાટણ-સિદ્ધપુર રોડ પર વનાસણ પાસે વીજ પોલ ધરાશાયી થવાની ઘટના પણ બની હતી.




