Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : VIDEO: Election Commission's claims are hollow! Uproar in Godhra after women employees were not allowed to vote, officials ran away from the camera

VIDEO: ચૂંટણી પંચના દાવા પોકળ! ગોધરામાં મહિલા કર્મચારીઓને મતદાનની મંજૂરી ન મળતા હોબાળો, અધિકારીઓ કેમેરાથી ભાગ્યા

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026માં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 100 ટકા મતદાનના મોટા-મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં આ દાવાઓની વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી છે. ચૂંટણી પ્રક્રિયામાં પાયાની જવાબદારી નિભાવતી 100થી વધુ આંગણવાડી કાર્યકર બહેનો આજે પોતાના જ મતાધિકારથી વંચિત રહી ગઈ છે.

App Store

ફરજ બજાવી પણ મતદાન ન કરી શકી
આંગણવાડીની આ મહિલા કર્મચારીઓની નિયુક્તિ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીમાં કરવામાં આવી હતી. લોકશાહીના આ પર્વને સફળ બનાવવા માટે તેઓ ખડેપગે ફરજ બજાવી રહી હતી. જોકે, જ્યારે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે ટેકનિકલ કારણો અથવા તંત્રની બેદરકારીને લીધે તેમને મતદાન કરવા દેવામાં આવ્યું નહોતું.

ચૂંટણી અધિકારીની શંકાસ્પદ ભૂમિકા
પીડિત મહિલાઓએ આ બાબતે ગોધરાના ચૂંટણી અધિકારીને રૂબરૂ મળીને ઉગ્ર રજૂઆત કરી હતી. બહેનોનો આક્ષેપ છે કે તમામ દસ્તાવેજો અને રજૂઆતો છતાં તેમને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. આ ઘટનાની જાણ થતા જ્યારે મીડિયાકર્મીઓ સવાલ પૂછવા પહોંચ્યા, ત્યારે જવાબદારી સ્વીકારવાને બદલે ચૂંટણી અધિકારીએ કેમેરા સામે બોલવાનું ટાળ્યું હતું અને ભાગતા નજરે પડ્યા હતા.

લોકશાહી પર સવાલ
ચૂંટણીમાં ડ્યૂટી કરનાર કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ કે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા હોવી અનિવાર્ય છે. તેમ છતાં 100 જેટલી બહેનો મતાધિકારથી વંચિત રહે તે તંત્રની ઘોર બેદરકારીનું પ્રતીક છે. આ ઘટનાને પગલે ગોધરામાં ભારે ચકચાર મચી છે અને મહિલા શક્તિમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.