Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Major accident in Dhoraji Municipality? 6 sanitation workers who went to file an application got trapped in the lift, 5 workers are in critical condition due to suffocation

VIDEO: ધોરાજી પાલિકામાં મોટી દુર્ઘટના? આવેદન આપવા ગયેલા 6 સફાઈ કામદારો લિફ્ટમાં ફસાયા, ગૂંગળામણને કારણે 5 કર્મીઓની હાલત નાજુક

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા કચેરીમાં આજે એક મોટી અને ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. પોતાની લાંબા સમયની પડતર માંગણીઓ અંગે ચીફ ઓફિસરને આવેદન પત્ર આપવા પહોંચેલા સફાઈ કામદારો પાલિકાની લિફ્ટમાં ફસાઈ ગયા હતા. ટેકનિકલ ખામીને કારણે લિફ્ટ અધવચ્ચે અટકી પડતા અંદર રહેલા 6 કર્મચારીઓના જીવ જોખમમાં મૂકાઈ ગયા હતા.

App Store

ગૂંગળામણને કારણે તબિયત લથડી
લિફ્ટ અચાનક બંધ થઈ જતાં તેમાં સવાર મહિલા અને પુરુષ કર્મીઓ ગભરાઈ ગયા હતા. લાંબો સમય સુધી લિફ્ટ ન ખુલતા અને અંદર હવા ઉજાસના અભાવે ગૂંગળામણ શરૂ થઈ હતી. આ ગૂંગળામણને કારણે એક પુરુષ અને ચાર મહિલા કર્મીઓની તબિયત લથડી હતી અને તેઓ બેભાન જેવી હાલતમાં મુકાયા હતા. લિફ્ટ ખોલીને તમામને બહાર કાઢ્યા બાદ તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

નેતા અને અધિકારીઓ હોસ્પિટલ દોડ્યા
આ ઘટનાની જાણ થતાં જ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. લલિત વસોયાએ દર્દીઓની હાલત જાણી ડૉક્ટરોને તાત્કાલિક અને શ્રેષ્ઠ સારવાર આપવા સૂચના આપી હતી. સફાઈ કામદારોના અન્ય સાથીદારોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પાલિકાની જાળવણી સામે સવાલો ઉઠી રહ્યા છે.