Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Talati alleged to have earned lakhs by registering 2000 marriages in a year

Panchmahalમાં એક વર્ષમાં જ 2000 લગ્નની નોંધણી કરી લાખોની કમાણી કર્યાનો તલાટી પર આરોપ

Timeછેલ્લું અપડેટ : 05 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Panchmahalમાં એક વર્ષમાં જ 2000 લગ્નની નોંધણી કરી લાખોની કમાણી કર્યાનો તલાટી પર આરોપ
સોર્સ : GSTV

પંચમહાલ જિલ્લામાં આવેલ કણજીપાણી ગ્રામ પંચાયતમાં 2025ના એક જ વર્ષમાં બે હજાર યુગલોના લગ્નની નોંધણી કરવામાં આવી છે. જ્યારે બોગસ લગ્ન નોંધણી કરવા માટેનું આ પંચાયત સમગ્ર રાજયમાં એપી સેન્ટર બની હોવાનો દાવો મહેસાણા ખાતે સરદાર પટેલ ગ્રૂપના અધ્યક્ષે કર્યો છે. તેમણે પુરાવા રજૂ કરીને કાયદાની છટકબારીઓનો લાભ લઈને અધિકારીઓની મિલીભગતથી અશક્ય લાગતી ઘટનાઓને કાગળ ઉપર સાર્થક કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. જ્યારે કણજીપાણી પંચાયતમાં ફરજ બજાવતા તલાટીએ રાજયભરના યુગલોના બોગસ લગ્નની નોંધણી કરીને મબલખ કમાણી કરી હોવાના આક્ષેપ કરીને આ મામલે સરકાર સમક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

App Store

તલાટીએ રાજ્યભરના યુગલોના બોગસ લગ્નની નોંધણી કરીને લાખોની કમાણી કર્યાનો આક્ષેપ

ગુજરાતમાં પ્રેમલગ્ન અને ભાગીને લગ્ન કરવાના કિસ્સાઓમાં વધારો થયો છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાની માંગ સરદાર પટેલ ગ્રૂપ દ્વારા કરવામાં આવી રહી છે. દરમિયાન આ મુદ્દે એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે મહેસાણા ખાતે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, 'પંચમહાલ જિલ્લાના કણજીપાણી ગ્રામ પંચાયત હાલમાં રાજ્યભરના પ્રેમલગ્ન અને ભાગીને લગ્ન કરનાર યુગલોના લગ્નની નોંધણી કરવા માટેનું એપી સેન્ટર બની હોવાનો દાવો કર્યો હતો. વધુમાં તેમણે કણજીપાણી પંચાયતમાં ફરજ બજાવતા તલાટી અર્જુન મેઘવાલે 2025ના વર્ષમાં જ રાજ્યભરના યુગલોના બે હજાર લગ્નની નોંધણી કરીને 50 લાખ રૂપિયા જેટલી કમાણી કરી હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા.' 

તેમણે એક ઉદાહરણનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, 'ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણ જિલ્લાના શહેરો અને પંચમહાલના કણજીપાણી ગામ વચ્ચેનું અંતર જોતા એક જ દિવસમાં માત્ર ત્રણ કલાકના સમયગાળામાં પહોંચવું અશક્ય છે. તેમ છતાંય 14મી નવેમ્બરના રોજ એક યુગલે કરેલા લગ્નની નોંધણીની પ્રોસેસમાં દર્શાવેલ સમય અને સ્થળની વિગતો જોઈને કોઈપણ ચોંકી ઊઠે તેમ છે. લગ્ન કરનાર યુવતી ફક્ત ત્રણ કલાકના સમયગાળામાં જ ઉત્તર ગુજરાતથી પંચમહાલ સુધીના જુદા જુદા ત્રણ જગ્યાએ પહોંચીને પોતાની સહીઓ કરી હોવાનો ખુલાસો થયો છે. જેથી કાયદાની છટકબારીઓ અને અધિકારીઓની મિલીભગતથી જ આવી ઘટનાઓને કાગળ ઉપર  સાર્થક કરાય છે.'