Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Sarpanch and Upsarpanch suspended together in Ghoghamba

Panchmahalના ઘોઘંબામાં સરપંચ-ઉપસરપંચને એક સાથે સસ્પેન્ડ કરાયા, જાણો શું છે મામલો

Timeછેલ્લું અપડેટ : 23 May 2025
લાઇવ ટીવીGoogle News
Panchmahalના ઘોઘંબામાં સરપંચ-ઉપસરપંચને એક સાથે સસ્પેન્ડ કરાયા, જાણો શું છે મામલો

Panchmahal News: પંચમહાલમાં સરપંચને સસ્પેન્ડ કરવાનો મામલો સામે આવ્યો છે. પંચમહાલમાં ઘોઘંબા તાલુકાના રીંછવાણી ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરપંચ અને ડેપ્યુટી સરપંચને દબાણ મામલે સસ્પેન્ડ કરાયા છે. બંનેએ વર્ષોથી પોતાની જ ગ્રામ પંચાયતમાં મોકાની જગ્યાઓ પર દબાણ કર્યું હતું.

App Store

જાગૃત નાગરિક દ્વારા ટીડીઓને રજુઆત કરતા કાર્યવાહી કરવામાં આવી હતી. રીંછવાણી ગ્રામ પંચાયતના સર્વે નંબર 29 અને 267 ઉપર દબાણ કર્યું હતું. વર્ષ 2019થી કરેલ દબાણ ચૂંટણીમાં જીત્યા બાદ પણ યથાવત રાખવામાં આવ્યું હતું. ચૂંટાયા બાદ પણ દબાણો યથાવત રાખી શરમજનક વર્તણુંક દાખવવા બદલ સસ્પેન્ડ કરાયા છે.

પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સરપંચ જશવંતસિંહ પટેલિયા અને ડેપ્યુટી સરપંચ પ્રભાત પટેલિયાને સસ્પેન્ડ કરાયા છે. તાલુકા કક્ષાએથી રિપોર્ટ મળતા જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કર્યો હતો.