Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : PSI Mehul Bharvad of Panchmahal Halol Rural Police Station caught taking bribe

પંચમહાલમાંથી લાંચીયો PSI ઝડપાયો, ઝડપાયેલા આરોપી પાસે માંગી હતી લાંચ

Timeછેલ્લું અપડેટ : 16 Feb 2025
લાઇવ ટીવીGoogle News
પંચમહાલમાંથી લાંચીયો PSI ઝડપાયો, ઝડપાયેલા આરોપી પાસે માંગી હતી લાંચ

પંચમહાલમાંથી પોતાની સત્તાનો દુરુપયોગ કરતા એક PSI લાંચ લેતા ઝડપાયા છે. પંચમહાલ જિલ્લામાં હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PSI લાંચ લેતા ઝડપાયા છે. એક ગુનામાં ઝડપાયેલા આરોપીને મારઝૂડ નહીં કરવા હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર મેહુલ રમેશભાઈ ભરવાડે અઢી લાખની લાંચની માંગ કરી હતી.

App Store

આરોપીએ એક લાખ રૂપિયાની સગવડ હોવાનું જણાવતા પીએસઆઇ મેહુલ રમેશભાઈ ભરવાડે એક લાખ રૂપિયા લાંચની રકમ લઈને હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન આવવા જણાવ્યું હતું.

આ મામલે એન્ટી કરપ્શન બ્યુરો પાસે આ મામલાની ફરિયાદ જતાં તેમના દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં PSI મેહુલ ભરવાડ એક લાખની લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપાયો હતો. ત્યારબાદ એસીબીની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.