Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Panchmahal amid LPG shortage, unaccounted quantity of commercial cylinders seized

VIDEO: LPGની અછત વચ્ચે પંચમહાલના ગોધરામાં દરોડા, બેહિસાબી કોમર્શિયલ સિલિન્ડરનો જથ્થો ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 12 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પંચમહાલ જિલ્લામાં ગેસ સંગ્રહખોરી કરતા સંચાલકો સામે પુરવઠા વિભાગે લાલ આંખ કરી છે. ગોધરાની ઘનશ્યામ ગેસ એજન્સી પર જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી મોટી કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન એજન્સીના ગોડાઉનમાંથી 17 જેટલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા, જેનો કોઈ હિસાબ રજૂ કરી શકાયો નહોતો.

App Store

તંત્રની કડક કાર્યવાહી

મળતી માહિતી અનુસાર, પુરવઠા વિભાગે અંદાજે 33,785 રૂપિયાની કિંમતનો ગેસનો જથ્થો સ્થળ પર જ સીઝ કર્યો છે. નિયમોના ઉલ્લંઘન બદલ એજન્સી સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગેસના જથ્થામાં સંગ્રહખોરી થતી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. જેના પગલે પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં અન્ય એજન્સીઓ પર પણ તપાસનો કોરડો વીંઝાય તેવી શક્યતા છે.