VIDEO: પંચમહાલના શહેરામાં મેઘરાજાની એન્ટ્રી: મધ્યરાત્રિએ ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત, હાઇવે પર પાણી ભરાયા
સોર્સ : gstv
પંચમહાલ જિલ્લાના શહેરામાં મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. છેલ્લા બે દિવસથી અનુભવાતી અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે.જોકે, આ વરસાદ સાથે જ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ, અણિયાદ ચોકડી પાસેના મુખ્ય હાઇવે માર્ગ પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકોની હાલત કફોડી થઈ હતી. રસ્તા પર ભરાયેલા પાણીને કારણે ટ્રાફિક વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.

