Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Godhra flooded with water after the first rain

VIDEO: ગોધરામાં પ્રથમ વરસાદે જ પાણી ભરાયા, પાલિકા તંત્ર થયું દોડતું

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગોધરામાં મોડી રાત્રે ખાબકેલા ભારે વરસાદે પાલિકા તંત્રને દોડતું કરી દીધું હતું. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પ્રિ-મોન્સુન કામગીરીના દાવાઓ વચ્ચે પ્રથમ વરસાદે જ વ્યવસ્થાની પોલ ખોલી નાખી હતી. વર્ષોથી ચાલતી પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળતા લોકોમાં નારાજગી ફેલાઈ હતી. પરિસ્થિતિને જોતા પાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પાલિકા સભ્યોએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પ્રથમ વરસાદે જ પ્રિ-મોન્સુન કામગીરી પર અનેક સવાલો ઊભા કરતા સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો.

App Store