Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Bus driver uses time to avert serious accident

પંચમહાલમાં બસ ચાલકને થયો છાતીમાં દુખાવો, સમય સુચકતા વાપરી ગંભીર અકસ્માત થતાં બચાવ્યો

Timeછેલ્લું અપડેટ : 13 Feb 2025
લાઇવ ટીવીGoogle News
પંચમહાલમાં બસ ચાલકને થયો છાતીમાં દુખાવો, સમય સુચકતા વાપરી ગંભીર અકસ્માત થતાં બચાવ્યો

ગુજરાતમાંથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં પંચમહાલમાં એક બસ ચાલકે સમયસુચકતા વાપરીને ગંભીર અકસ્માતને સ્વરુપ લેતાં બચાવી લીધું હતું. બાસવાડાથી વડોદરા જતી એસટી બસના ચાલકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા મોટી દુર્ઘટના ટળી હતી.

App Store

આ પણ વાંચો : VIDEO: જર્મનીના મ્યુનિકમાં મોટી દુર્ઘટના, પ્રદર્શન કરી રહેલા 20 લોકોને કાર ચાલકે કચડ્યા

રાજસ્થાન પરીવહનની એસ ટી બસ બાસવાડાથી વડોદરા તરફ જઈ રહી હતી એવામાં અચાનક દુખાવો ઉપડતા બસના ચાલકે ગોધરાના પ્રભારોડ પર સમય સૂચકતા વાપરી બસને થોભાવી દીધી હતી. બસના ચાલકની તબીયત લથડતા ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

એસટી બસમાં અંદાજીત ૫૦થી વધુ મુસાફરો સવાર હતા પરંતુ ડ્રાઇવરે સમય સુચકતાને લઈ બસ ઉભી કરી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. આખરે બસમાં સવાર તમામ મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો. તમામ મુસાફરોને અન્ય બસ ચાલકની મદદ ગોધરા ડેપો ખાતે લઈ જવામાં આવ્યા હતા.