Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : bit.ly/Panchmahal-Hit-And-Run-Update

Panchmahal news: શહેરામાં હિટ એન્ડ રન: અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું કરુણ મોત

Timeછેલ્લું અપડેટ : 09 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Panchmahal news: શહેરામાં હિટ એન્ડ રન: અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું કરુણ મોત
સોર્સ : GSTV

Panchmahal news: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં માર્ગ અકસ્માતની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરાના નાંદરવા ગામે રવિવારે મોડી સાંજે એક અજાણ્યા વાહને રાહદારી યુવાનને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 25 વર્ષીય યુવાને જીવ ગુમાવતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

App Store

જાણો આખો મામલો
મળતી માહિતી મુજબ, નાંદરવા ગામમાં રહેતો 25 વર્ષીય યશપાલસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા નામનો યુવાન રાત્રિના સમયે ગામમાં આવેલા દશામાના મંદિરથી પરત પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન નાંદરવા દશામાના મંદિર પાસે જ પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને યુવાનને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર મારીને વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ગામમાં શોકનું મોજું
અજાણ્યા વાહનની ટક્કર વાગતા યશપાલસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેને તાત્કાલિક સારવાર મળે તે પહેલા જ તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. 25 વર્ષીય આશાસ્પદ યુવાનના અકાળે અવસાનથી નાંદરવા ગામમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી, અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.