VIDEO BREKING : ગોધરામાં વિકાસના દાવાઓ વચ્ચે અધૂરા રોડ, ગટર અને પાણી લાઈનના કામોને કારણે નાગરિકોને ભારે પરેશાની
સોર્સ : GSTV
પંચમહાલ જિલ્લાના ગોધરામાં વિકાસના દાવાઓ વચ્ચે અધૂરા રોડ, ગટર અને પાણી લાઈનના કામોને કારણે નાગરિકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં ખોદાયેલા રસ્તાઓ હવે લોકો માટે માથાનો દુખાવો બની ગયા છે. ચોમાસું નજીક આવતાં છતાં કામો પૂર્ણ ન થતાં સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. શાળાઓ શરૂ થવાના આરે હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સુરક્ષાની ચિંતા પણ વધતી જોવા મળી રહી છે. વરસાદ પડે તો પાણી ભરાવા અને અકસ્માતોની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકો પોતાના ખર્ચે કામચલાઉ વ્યવસ્થા કરી રહ્યા છે અને તંત્ર સામે તાત્કાલિક પૂર્ણતા માટે ઉગ્ર માંગ ઉઠી છે.

