Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Accused of illegally cultivating marijuana arrested from Gunesiya village in Ghoghamba

ઘોઘંબાના ગુણેસિયા ગામેથી ઝડપાઈ ગાંજાની ગેરકાયદે ખેતી!, 4.52 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ઘોઘંબાના ગુણેસિયા ગામેથી ઝડપાઈ ગાંજાની ગેરકાયદે ખેતી!, 4.52 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ
સોર્સ : GSTV

પંચમહાલ જિલ્લામાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. પોલીસને એક મોટી સફળતા મળી છે, જેમાં ઘોઘંબા તાલુકાના ગુણેસિયા ગામેથી ગેરકાયદે રીતે કરવામાં આવતી ગાંજાની ખેતી ઝડપી પાડવામાં આવી છે.

App Store

સીમમાંથી મળ્યા ગાંજાના 16 છોડ

મળતી માહિતી અનુસાર, પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. ની ટીમને ઘોઘંબાના ગુણેસિયા ગામમાં ગાંજાનું વાવેતર થયું હોવાની બાતમી મળી હતી. તેના આધારે પોલીસે ગુણેસિયા ગામે દરોડો પાડ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન ગામમાં એક વ્યક્તિના કબજાની જમીનમાંથી ગેરકાયદે વાવેતર કરાયેલા લીલા ગાંજાના 16 છોડ મળી આવ્યા હતા. કબજે કરાયેલા ગાંજાના છોડનું કુલ વજન 9.050 કિલોગ્રામ જેટલું થાય છે. આ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત 4.52 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી છે.

NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ

આ ગેરકાયદે નશાના કારોબાર મામલે એસ.ઓ.જી. પોલીસે સ્થળ પરથી જ ખેતી કરનાર મુખ્ય આરોપી મંગા નાયકની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપી વિરૂદ્ધ કાયદાનો સકંજો કસતા દામાવાવ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.