Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : 29 Talatis serving over 5 years in one Gram Panchayat were transferred

Panchmahal: 5 વર્ષથી વધુ સમયથી એક જ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા 29 તલાટીઓની બદલી

Timeછેલ્લું અપડેટ : 13 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Panchmahal: 5 વર્ષથી વધુ સમયથી એક જ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા 29 તલાટીઓની બદલી
સોર્સ : gstv

પંચમહાલ જિલ્લામાં તાજેતરમાં જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના તલાટી દ્વારા આચરવામાં આવેલા લગ્ન નોંધણી કૌભાંડના પગલે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. આ કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે, જેના ભાગરૂપે વર્ષોથી એક જ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા 29 તલાટીઓની એકસાથે બદલી કરી દેવાઈ છે. જેમાં ગોધરાના 3, જાંબુઘોડાના 1, કાલોલના 8, હાલોલના 4, ઘોઘમ્બાના 11, મોરવા હડફના 2 તલાટીની બદલી કરવામાં આવી છે.

App Store

 29 તલાટીઓ પૈકી મોટા ભાગના તલાટીઓ 10 વર્ષથી વધારે એક જ પંચાયતમાં ફરજ બજાવતા હતા, તેવા 3 તલાટીની બદલી કરવામાં આવી છે, 9 વર્ષ થી વધારે હોય તેવા 3તલાટીની બદલી કરવામાં આવી છે. તો 8 વર્ષથી વધારે 8 તલાટી, 7 વર્ષથી વધારે 6 તલાટી અને અન્ય 12 તલાટી 5 વર્ષથી વધારે એક જ જગ્યાએ ફરજ બજાવતા હતા.