મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વીજ લાઈન મુદ્દે પાલ આંબલિયાના જીતુ વાઘાણી પર પ્રહાર; સરકાર ખેડૂતો સાથે 6 મહિનાથી રાજકારણ રમી રહી હોવાનો આક્ષેપ

વીજ લાઈન પોલ

વીજ લાઈન પોલિસીના મુદ્દે કિસાન કોંગ્રેસે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ જીતુ વાઘાણીના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ખેડૂતો સાથે રાજકારણ સરકાર કરી રહી છે, જ્યારે ખેડૂતોના પ્રશ્નો સરકાર સમક્ષ મૂકવા વિરોધ પક્ષની ફરજ છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ડિસેમ્બર 2025થી લાંબા ગાળાની પોલિસીની વાત થઈ રહી છે, છતાં હજુ સુધી નિર્ણય કેમ લેવાયો નથી. સરકાર ખેડૂતોની માંગ મુજબ પોલિસી જાહેર ન કરે ત્યાં સુધી વીજ લાઈનના કામો બંધ કરવાની અને ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવાની તેમણે માંગ કરી છે.

આ સમાચાર શેર કરો