મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: યુગલો પાસેથી રૂપિયા ખંખેરીને આયોજક ફરાર, પાર્ટી પ્લોટ પર ગયા તો હતું ખાલી ખમ

રાજ્યના વિવિધ શહેરમાંથી લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ વાંરવાર આવતા હોય છે, ત્યારે અમદાવાદમાં લૂંટેર

અમદાવાદ: યુગલો પાસેથી રૂપિયા ખંખેરીને આયોજક ફરાર, પાર્ટી પ્લોટ પર ગયા તો હતું ખાલી ખમ

રાજ્યના વિવિધ શહેરમાંથી  લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ વાંરવાર આવતા હોય છે, ત્યારે અમદાવાદમાં લૂંટેરા આયોજકનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં સમૂહ લગ્ન નામે કૌભાંડના આક્ષેપની ઘટના સામે આવી છે. 27 મેના રોજ શહેરના વસ્ત્રાલમાં એક ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ 113 જોડાના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતું.૧૧૩ યુગલો પાસેથી રજિસ્ટ્રેશનના નામે તમામ લોકો પાસેથી ૨૨,૦૦૦ રૂપિયા લેવામાં આવ્યા હતા. 

રજિસ્ટ્રેશનના નામે તમામ લોકો પાસેથી ૨૨,૦૦૦ રૂપિયા લેવામાં આવ્યા

આ આયોજનને લઈને  પરિવારજનોએ એક દિવસ પહેલા સ્થળ પર લગ્નની વ્યવસ્થા કેટલે પહોંચી તે બાબતે મુલાકાત કરી હતી. તો બીજી તરફ તે સ્થળ પર  કોઇ પ્રકારનું આયોજન ન દેખાતા આયોજકોએ લાખો રૂપિયાની ઉઘરાણી કરી ફરાર થયાનો આરોપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે.

અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં થયો હોબાળો

આ અંગે લોકોએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં હોબાળો કરી આયોજક સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટના દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો