VIDEO: માંગરોળમાં ચુનાભઠી પાસેના તળાવમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું કરુણ મોત
જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં ચુનાભઠી પાસે આવેલા તળાવમાં એક વ્યક્તિનું ડૂબી

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં ચુનાભઠી પાસે આવેલા તળાવમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ દુઃખદ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ માંગરોળના સ્થાનિક આગેવાનો અને નગરપાલિકાના ચીફ ઓફિસર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.નગરપાલિકાની ટીમ દ્વારા હાઇડ્રો રેસ્ક્યૂ સાધનોની મદદથી ભારે જહેમત બાદ તળાવમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને માંગરોળ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. હાલમાં પોલીસ દ્વારા આ ડૂબી જવાની ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




