Video: રાજકોટમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપ્યો કરોડોનો નશીલો પદાર્થ

રાજકોટમાં નશાના કારોબાર સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોટી કાર્યવાહી કરીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના યોગીનગરમાંથી ત્રેવીસ લાખ એંસી હજાર રૂપિયાની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પૂજા ભટ્ટ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ગાંજાના મુખ્યા સપ્લાયર ગૌતમ દવેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. એસઓજી દ્વારા કુલ ચોવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. શહેરમાં નશાના દૂષણ સામે થયેલી આ મોટી કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને હવે પોલીસ આ આખા રેકેટના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી રહી છે.







