મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વિરાટનગરમાં નવનિર્મિત રોડની પોલ ખુલી, ડામર ઉખડતાં વિપક્ષના ગંભીર આક્ષેપ

અમદાવાદના વિરાટનગર વોર્ડમાં મારૂતિ કન્સ્ટ્રક્શન કં

અમદાવાદના વિરાટનગર વોર્ડમાં મારૂતિ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવી રહેલા રોડની ગુણવત્તા સામે વિપક્ષે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ફુવારા સર્કલથી પંચાલની વાડી સુધીનો એક તરફનો રોડ હજુ હમણાં જ બન્યો છે, ત્યાં જ અત્યારથી ડામર ઉખડી ગયેલો જોવા મળી રહ્યો છે અને ફૂટપાથને પણ મોટું નુકસાન થયું છે. આ જ રીતે નારણ નગરનો રોડ પણ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે.પૂર્વ કોર્પોરેટર રણજિત બારડે આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા લોટ પાણી ને લાકડા જેવી નબળી કામગીરી કરવામાં આવી છે. વિપક્ષે જનતાના નાણાંનો વેડફાટ અટકાવવા આ સમગ્ર કામગીરીની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો