VIDEO: કડીમાં નવી સેશન્સ કોર્ટ શરૂ, પક્ષકારોને મોટી રાહત
મહેસાણા જિલ્લાના કડી ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.જેન

મહેસાણા જિલ્લાના કડી ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.જેનું ઉદ્ઘાટન મહેસાણાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એ.એલ. વ્યાસના હસ્તે કરાયું હતું. આ નવનિયુક્ત કોર્ટમાં એડિશનલ જજ તરીકે જીતેન્દ્ર પ્રજાપતિએ પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. નવી કોર્ટ કાર્યરત થવાથી હવે કડી, બહુચરાજી અને જોટાણા તાલુકાના પક્ષકારોને પોતાના કેસો માટે મહેસાણા સુધી લાંબા ધક્કા નહીં ખાવા પડે. સ્થાનિક સ્તરે જ જટિલ કેસોનો ઝડપી નિકાલ થવાના કારણે વકીલો અને અસીલો બંનેમાં ખુશીનો માહોલ છે અને તેમને મોટી રાહત મળી છે. આ ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા સહિત બાર એસોસિએશનના હોદ્દેદારો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




