મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પંચમહાલ: ગોધરા નીટ પરીક્ષા કૌભાંડમાં નવો ખુલાસો, પૈસા માટે વિધાર્થીઓની માર્કશીટ રાખી હતી બાનમાં

પંચમહાલના ગોધરા નીટ પરીક્ષા કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે આ મામલે રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, ત

પંચમહાલ: ગોધરા નીટ પરીક્ષા કૌભાંડમાં નવો ખુલાસો, પૈસા માટે વિધાર્થીઓની માર્કશીટ રાખી હતી બાનમાં

પંચમહાલના ગોધરા નીટ પરીક્ષા કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે આ મામલે રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે હવે આ મામલે સામે આવ્યુ કે આરોપીઓએ પૈસા માટે વિધાર્થીઓની ધો.૧૦ અને ૧૨ની માર્કશીટ બાનમાં રાખી હતી.

કૌભાંડમાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ 

પાસ થયા બાદ વાલીઓએ નાણાં આપવાનું કહેતા જ કૌભાંડીઓએ કીમિયો અપનાવ્યો હતો. જેમાં આરોપીઓના વોટ્સએપ ચેટીંગમાં પરીક્ષામાં ચોરી કરવાનું પુર્વ આયોજિત કાવતરું હોવાનું બહાર આવ્યું છે. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હજી પણ નીટ કૌભાંડમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

NEET પરીક્ષા કૌભાંડમાં દેશભરમાં પરીક્ષાર્થીઓના વિરોધ બાદ CBIને તપાસ સોપવામાં આવી

NEET પરીક્ષા કૌભાંડમાં દેશભરમાં પરીક્ષાર્થીઓના વિરોધ બાદ CBIને તપાસ સોપવામાં આવી છે. CBIની ટીમ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યમાં તપાસ કરી રહી છે. ગોધરાની જય જલારામ સ્કૂલમાં મેડિકલ માટે મહત્ત્વની ગણાતી નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓના પાસ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

આ સમાચાર શેર કરો