વડોદરામાં ભાજપ કાર્યાલયની લિફ્ટ બંધ થતા નેતાજી અને કાર્યકરો ફસાયા, ભારે જહેમતે બહાર કઢાયા
વડોદરાના જિલ્લા બીજેપી કાર્યાલયની લિફ્ટ અચાનક બંધ થતાં ભાજપના કાર્યકરો અને નેતાઓ લિફ્ટમાં ફસા

વડોદરાના જિલ્લા બીજેપી કાર્યાલયની લિફ્ટ અચાનક બંધ થતાં ભાજપના કાર્યકરો અને નેતાઓ લિફ્ટમાં ફસાયા હતા. કરોડોના ખર્ચે બનેલા કમલમની લિફ્ટ બંધ પડી ગઇ હતી. જેમાં કોયલી બેઠકના વિજેતા ઉમેદવાર સહિત અન્ય કાર્યકર્તાઓ લિફ્ટમાં ફસાયા હતા. ગ્રાઉન્ડ ફ્લોરથી નીચે ઉતરી લિફ્ટમાં નેતાજી સહિત કાર્યકર્તાઓ લિફ્ટમાં ફસાયા હતા.
ભારે જહેમત બાદ લિફ્ટના દ્વાર ખુલતા નેતાજી અને કાર્યકર્તાઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક અનુમાન મુજબ ટેકનિકલ ખામીના કારણે અથવા ઓવર લોડથી લિફ્ટ ખોટકાઈ હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભાજપ કાર્યાલયમાં પહેલા અને બીજા માળની વચ્ચે ફસાયા હતા કાર્યકરો જ્યાં લિફ્ટની ચાવી લાવીને તમામને બહાર કાઢવામાં આવ્યા હતા.




