VIDEO: Navsariમાં ગાંડીતૂર બનેલી પૂર્ણાના પાણી ઘરમાં ઘુસ્યા, સોસાયટીમાં પાણી ન ઓસરતાં લોકોને હાલાકી
નવસારી શહેરમાંથી પસાર થતી પુર્ણાનદી ગઈકાલે રૌદ્ર સ્વરૂપમાં આવી હતી.જેથી શહેરના નીચાણવાળા વિસ્તારોને પાણીથી તરબોળ કરી દીધા હતા. જોકે પુર્ણા નદીની સપાટી ઉતરી રહી છે. રિંગરોડ અને કાશીવાડી વિસ્તારના સ્થાનિકો હજી પાણીમાં છે. અનેક ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હોવાથી મુશ્કેલીમાં વધારો થયો છે. અસરગ્રસ્ત પરિવારો ચિંતામાં મુકાયા છે. પરંતુ બાળકો માટે પૂરના પાણી આનંદો કરાવી રહ્યા છે. ફૂલ મસ્તી સાથે બાળકો પાણીમાં નાહવાની મજા માણી રહ્યા છે. અસરગ્રસ્તો મહાનગર પાલિકા પાસે મોટી અપેક્ષા લઈને બેઠા છે. મનપા એમની વહારે આવે અને કાયમી નિકાલ થાય એવી માંગ પણ કરી રહ્યા છે. કાશીવાડી વિસ્તારના ૫૦ જેટલા ઘરો પાણીમાં ગરકાવને લઈને સ્થિતિ દયનીય બની છે.

