Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Internal discord in BJP during the sence process

VIDEO: Navsari ભાજપમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન આંતરિક વિખવાદ! જલાલપોરના ધારાસભ્યએ પક્ષપાતી નીતિનો લગાવ્યો આરોપ

Timeછેલ્લું અપડેટ : 01 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે જ નવસારી જિલ્લા ભાજપમાં અસંતોષ જોવા મળ્યો છે. જલાલપોરના સિનિયર ધારાસભ્ય આર.સી. પટેલે પક્ષના મોવડી મંડળ સામે આક્રમક તેવર બતાવી 'ડાહ્યા-દવલા'ની નીતિ ચાલતી હોવાનો ગંભીર આરોપ લગાવતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

App Store

ધારાસભ્ય આર.સી. પટેલે  જિલ્લા ભાજપ મોવડી મંડળ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, તેમના મતવિસ્તારમાં આવતા નવસારી મહાનગરપાલિકાના પાંચ વોર્ડમાં પક્ષ દ્વારા ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે વિજલપોરના આ પાંચ વોર્ડમાં અત્યાર સુધી ભાજપ ભવ્ય જીત મેળવતું આવ્યું છે, પરંતુ હાલમાં જે પ્રકારે સંગઠન દ્વારા પક્ષપાત કરવામાં આવી રહ્યો છે, તેનાથી આગામી પરિણામો પર વિપરીત અસર પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, જલાલપોર વિધાનસભા વિસ્તારમાં સંગઠનની નિમણૂકોમાં અન્યાય થયો હોવાની વાતને લઈને અગાઉ સમગ્ર તાલુકા સંગઠને સામૂહિક રાજીનામા ધરી દીધા હતા. આ વિવાદ બાદ ભાજપે ફરીથી નવા સંગઠનની રચના કરી છે. ધારાસભ્યના આ નિવેદન બાદ હવે જલાલપોર તાલુકામાં ટિકિટ વહેંચણી સમયે મોટો વિવાદ ઊભો થાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.