VIDEO: નવસારીમાં ભારે વરસાદથી જળબંબોળ: પંચાયત હસ્તકના 6 મહત્વના રસ્તાઓ બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો
સોર્સ : gstv
નવસારી જિલ્લા અને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે સ્થાનિક વાહનવ્યવહાર પર વ્યાપક અસર પડી છે. વરસાદી પાણી ફરી વળતાં નવસારી તાલુકાના પંચાયત હસ્તકના કુલ 6 જેટલા ગ્રામ્ય રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. પાણીના ઓવર ટોપિંગ (OT) થવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે, જેમાં સરોણા-સદલપુર રોડ અને પારડી-સદલાવ રોડ કોઝવે પર પાણી ફરી વળતાં બંધ કરાયા છે. આ ઉપરાંત, ખડસુપા-ઉન રોડ અને સુપા-પેરા-કુચેદ રોડ સ્લેબ ડ્રેઈન ઓવરટોપિંગના કારણે પ્રભાવિત થયા છે. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

