Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Floods: Heavy rains in Navsari turned societies into bats, people trapped at home!

VIDEO: જળબંબોળ: નવસારીમાં ધોધમાર વરસાદથી સોસાયટીઓ બેટમાં ફેરવાઈ, લોકો ઘરમાં કેદ!

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ધોધમાર વરસાદના કારણે નવસારીના દેવસર વિસ્તારમાં આવેલી વેંકતેશ્વર નગર સોસાયટી સંપૂર્ણપણે જળબંબોળ થઈ ગઈ છે. અહીં માત્ર સામાન્ય વરસાદ પડતાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે અને આ વખતે તો પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે પાણી લોકોના ઘરો સુધી પહોંચી ગયા છે, જેના કારણે સ્થાનિક રહીશો પોતાના જ ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વર્ષોથી આ સોસાયટીમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા યથાવત છે, પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો નથી. ચોમાસાની શરૂઆતમાં જ સર્જાયેલી આ સ્થિતિને પગલે સ્થાનિક લોકોમાં પાલિકા અને વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store