Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Evidence of corruption in Navsari! The new approach road was built in just 2 months, people are very angry against the system!

VIDEO: નવસારીમાં ભ્રષ્ટાચારનો પુરાવો! માત્ર ૨ મહિનામાં જ બેસી ગયો નવો એપ્રોચ રોડ, તંત્ર સામે લોકોમાં ભારે રોષ!

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારીમાં પડેલા દેમાર વરસાદે વિકાસના કામોની ગુણવત્તા પર સવાલો ઉભા કર્યા છે. કાલીયાવાડી તરફ જતા માર્ગ પર આવેલો પુલ, જે નવસારી મહાનગરપાલિકા દ્વારા માત્ર બે મહિના પહેલા જ તૈયાર કરવામાં આવ્યો હતો, તેનો એપ્રોચ રોડ ધોવાઈ ગયો છે. રસ્તો બેસી જવાથી અહીં ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો માટે અકસ્માતનો મોટો ભય ઊભો થયો છે.સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કે આટલા ટૂંકા ગાળામાં જ કરોડોના ખર્ચે બનેલા કામની આવી દશા કેવી રીતે થઈ? જવાબદાર કોન્ટ્રાક્ટર અને તંત્રની કામગીરી સામે હવે તપાસની માંગ ઉઠી છે.  

App Store