VIDEO: Navsariમાં ગુનાહિત ટોળકી સામે કાર્યવાહી, તીસરી ગલીમાં ટોળકી સામે GUJCTOC
સોર્સ : GSTV
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરની “તીસરી ગલી” વિસ્તારમાં ગુનાહિત ટોડકી સામે GUJCTOC એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવતી ટોડકી પર ધાક-ધમકી, જમીન કબજા, અપહરણ, હત્યાનો પ્રયાસ સહિતના ગંભીર ગુનાઓમાં કાર્યવાહી કરવામાં આવી છે. GUJCTOC અંતર્ગત દાખલ થયેલા કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. લાંબા સમયથી નવસારી જિલ્લામાં આ ટોળકી દ્વારા વિવિધ ગુનાઓ આ કરવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓના નામ
અમીન અનવર શેખ,
રોનક છોટાલાલ કોળી પટેલ, કેવીન નાનુભાઈ કોળી પટેલ, મનોજ ઉર્ફે શિવાજી ગોવિંદા પાટીલ
ગૌરવ રાજેશ ચોટલીયા,
માઝ ફકરૂદીન શેખ

