Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : A private bus stuck in water on Navsari's hostel highway was rescued by fire personnel

VIDEO: નવસારીના હોસ્ટેલ હાઈવે પર પાણીમાં ફસાઈ ખાનગી બસ ફાયર જવાનોએ કર્યું રેસ્ક્યુ

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારીના જલાલપુર તાલુકાના મંદિર ગામ નજીક હોસ્ટેલ હાઈવે પર પાણી ફરી વળતા એક ખાનગી બસ મધ્યવર્તી માર્ગે ફસાઈ ગઈ હતી. રસ્તા પર પાણીનો પ્રવાહ અત્યંત તેજ હોવાથી બસ આગળ વધી શકે તેમ નહોતી, જેના કારણે મુસાફરોની સુરક્ષા જોખમમાં મુકાઈ હતી. આ ઘટનાની જાણ થતા જ નવસારી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ પોતાની જીવના જોખમે હિંમત દાખવીને ભારે જહેમત ઉઠાવી હતી. જેસીબી મશીનની મદદથી બસને દોરડા વડે બાંધીને સલામત રીતે પાણીના તેજ પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવી હતી. ફાયર જવાનોની સમયસૂચકતા અને બહાદુરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

App Store