Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : 5 people drowned in Purna river

નવસારીની પૂર્ણા નદીમાં 5 લોકો ડૂબ્યા, એકનું મોત, ભાભીને બચાવવા નદીમાં કૂદેલો દિયર ગુમ

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2025
લાઇવ ટીવીGoogle News
નવસારીની પૂર્ણા નદીમાં 5 લોકો ડૂબ્યા, એકનું મોત, ભાભીને બચાવવા નદીમાં કૂદેલો દિયર ગુમ

નવસારીના ધરાગીરી ગામ પાસેથી વહેલી પૂર્ણા નદીમાં 4 મહિલાઓ અને 1 પુરૂષ નદીમાં ડૂબ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. નદીમાં કપડાં ધોવા માટે ગયેલી ચાર મહિલાઓ પૈકી એક મહિલા ડૂબવા લાગી હતી. તેને બચાવવા માટે અન્ય મહિલાઓ પણ નદીમાં ઉતરતાં તે પણ ડૂબી ગઇ હતી. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓને બચાવી લેવામાં આવી છે. જ્યારે એક મહિલાનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે.  

App Store

ત્રણને બચાવી લેવાયા

મહિલાઓને ડૂબતાં જોઇ સ્થાનિક યુવકે નદીમાં કૂદકો લગાવ્યો હતો પરંતુ તે નદીના પ્રવાહમાં ગુમ થઇ ગયો હતો. મહિલા અને યુવક દિયર-ભાભી હોવાનું જાણવા મળ્યું છે. જોકે નદીના પ્રવાહમાં આ યુવક ગુમ થઇ ગયો હતો. આ દરમિયાન માછીમારોએ તાત્કાલિક પાણીમાં જાળ નાખીને ત્રણ મહિલાઓને બચાવી લીધી હતી અને એક મહિલાનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો. હાલ મૃતદેહને નવસારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. 

મહિલાનો મૃતદેહ કઢાયો

મહિલાઓને ડૂબતા જોઈને એક સ્થાનિક યુવકે તેની ભાભી સહિતની મહિલાઓને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ, દુર્ભાગ્યવશ, તે યુવક પણ નદીના પ્રવાહમાં ગુમ થઈ ગયો.નદી પાસેથી પસાર થઈ રહેલા માછીમારોએ તાત્કાલિક જાળ નાખી ત્રણ મહિલાઓનો જીવ બચાવ્યો. એક મહિલાનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું છે અને તેને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.

 

ટોપિક્સ:navsaripurna river gujarat