Video: ડ્રગ્સ જાગૃતિ માટે રાષ્ટ્રીય મોટરસાયકલ રેલી

છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ સામે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલી રાષ્ટ્રીય મોટરસાયકલ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીમાં દેશના વિવિધ રાજ્યોના સીઆરપીએફના જવાનો મોટરસાયકલ સાથે જોડાયા હતા. આ પ્રસંગે એસ.એન. કોલેજ ખાતે જનજાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં ઉપસ્થિત સૌએ નશામુક્તિના શપથ લઈને સમાજને નશામુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમના અંતે જિલ્લા પોલીસ દ્વારા લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલીના માધ્યમથી યુવાનોને નશાથી દૂર રહેવા અને ડ્રગ્સના દુષ્પ્રભાવ અંગે જાગૃત રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.








