Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Action initiated in RTE for fake documents

Narmada News: RTEમાં ખોટા દસ્તાવેજ મામલે કાર્યવાહી શરુ, 700 ડોક્યુમેન્ટની તપાસ; 100 લોકોની પુછપરછ

Timeછેલ્લું અપડેટ : 18 May 2025
લાઇવ ટીવીGoogle News
Narmada News: RTEમાં ખોટા દસ્તાવેજ મામલે કાર્યવાહી શરુ, 700 ડોક્યુમેન્ટની તપાસ; 100 લોકોની પુછપરછ

Narmada News: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ શાળામાં એડમિશન મેળવવા નકલી આવકાના દાખલા બનાવવા મામલે સમાચાર આવ્યા છે. નર્મદા જિલ્લાના દર્પણ પટેલ અને તેની ટીમ દ્વારા RTE અને અન્ય યોજનાઓ માટે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. આ કેસમાં નર્મદા એસપી દ્વારા SITની રચના કરવામાં આવી હતી. ગઈકાલે સંકલનની બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ આ કેસ બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી છે.

App Store

નર્મદા પોલીસ દ્વારા અત્યારસુધીમાં 700 ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી છે. જેમાંથી આજે રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે 100 લોકોની પુછપરછ કરવામાં આવી છે. આ કેસમાં જે લોકોએ ખોટા દસ્તાવેજો બનાવડાવ્યા છે તે લોકોના દસ્તાવેજો ખોટા સાબિત થશે તો તે લોકોને પણ આરોપી તરીકે ગણવામાં આવશે.

આરોપીઓ દ્વારા જિલ્લાની કોર્ટમાં આગોતરા જામીન બબાતે અરજી કરી છે જેની સામે નર્મદા પોલીસે દલીલ કરી છે કોર્ટમાં તેની કાર્યવાહી ચાલી રહી છે. આ ખોટા દસ્તાવેજોના કેસમાં કોઈપણ સરકારી ઓફિસર કે પ્રાઇવેટ એજન્સી ઇનવોલ્વ હશે તો તેમના પણ નામ આરોપી તરીકે લેવામાં આવશે. આ કેસમાં પોલીસ પર કોઈપણ રાજકીય દબાણ નથી અને પોલીસ નિષ્પક્ષ રીતે કામગીરી કરી રહી છે.