સત્તાધાર વિવાદમાં નરેન્દ્ર સોલંકીની એન્ટ્રી, પત્રમાં 11 જેટલા મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો
સત્તાધાર વિવાદમાં નરેન્દ્ર સોલંકીની એન્ટ્રી થઈ છે. નરેન્દ્ર સોલંકીએ સતાધાર ટ્રસ્ટ અને ગૌશાળામાં ટ્રસ્ટી બનવ

સત્તાધાર વિવાદમાં નરેન્દ્ર સોલંકીની એન્ટ્રી થઈ છે. નરેન્દ્ર સોલંકીએ સતાધાર ટ્રસ્ટ અને ગૌશાળામાં ટ્રસ્ટી બનવા માટે પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે. પત્રમાં 11 જેટલા મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો.
આ વિવાદ સત્તાધારનો છે જ નહી
છેલ્લા 4 મહિનાથી સતાધાર વિવાદ ચાલી રહ્યો છે.આ મામલે નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે આ વિવાદ સત્તાધારનો છે જ નહી.
આ વિવાદ વિજય ભગત, ગીતા બહેન અને શ્રદ્ધાળુઓ વચ્ચે
આ વિવાદ વિજય ભગત, ગીતા બહેન અને શ્રદ્ધાળુઓ વચ્ચે છે, ઉલ્લેખનીય છે કે આ મામલે જે પત્ર વાયરલ થયો છે, એ મારા દ્વારા લખવામાં આવ્યો છે. વિજય ભગત પર ચારિત્ર્યના આક્ષેપ થયા છે, તો બીજા કોઈએ આ મામલે જવાબ આપવો જોઈએ નહિ.વિજય ભગતે મારો ઘણો ગેર-ઉપયોગ કર્યો છે






