મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot News: NEETની પરીક્ષામાં માર્ક્સ વધારવા વિદ્યાર્થીઓ પાસેથી લાખો વસુલવાના કાંડમાં આરોપીઓના નામ ખુલ્યા

Rajkot News: રાજકોટમાં નીટની પરીક્ષાનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં પરીક્ષામાં માર્ક્સ વધારી આપવાના કૌભાંડનો મામ

Rajkot News: NEETની પરીક્ષામાં માર્ક્સ વધારવા વિદ્યાર્થીઓ પાસેથી લાખો વસુલવાના કાંડમાં આરોપીઓના નામ ખુલ્યા

Rajkot News: રાજકોટમાં નીટની પરીક્ષાનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં પરીક્ષામાં માર્ક્સ વધારી આપવાના કૌભાંડનો મામલો સામે આવ્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં 30 વિદ્યાર્થીઓ ભોગ બન્યાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ ભોગ બન્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં નીટની પરીક્ષામાં માર્ક્સ વધારી આપવાનો મામલે સામે આવતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરુ કરી હતી. આ તપાસમાં ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર અને દિલ્હી સહિતના રાજ્યોના વિધાર્થીઓ ભોગ બન્યા હતા. વિધાર્થીઓ પાસેથી 15-20-30 લાખ જેવી જુદી જુદી રકમ મેળવી હોવાનું પણ સામે આવ્યું છે. ત્રણ વિધાર્થીઓ રાજકોટ જિલ્લાના ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા મુખ્ય આરોપી મનજીત જૈન સહિત 3 આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો