મોડાસા સ્વામિનારાયણ મંદિરની ઓરડીમાં તીક્ષ્ણ ચાકુના ઘા ઝીંકી શ્રમિક યુવકની હત્યા
અરવલ્લી : મોડાસાના બાયપાસ સ્વામિનારાયણ મંદિરની એક ઓરડીમાં શ્રમિક યુવકની હત્ય

અરવલ્લી : મોડાસાના બાયપાસ સ્વામિનારાયણ મંદિરની એક ઓરડીમાં શ્રમિક યુવકની હત્યા કરવામાં આવી છે. સ્વામિનારાયણ મંદિરની કેંટિંગમાં કામ કરતા શ્રમિકની તેના સાથે રહેતા શખ્સે હત્યા કરી ફરાર થઇ ગયો છે.
હત્યારા શખ્સે તીક્ષ્ણ ચાકુના ઘા ઝીંકી હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે. જો કે બનાવની જાણ થતા જ ASP, LCB, SOG, ટાઉન પોલીસ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
હાલ તો પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. શ્રમિક સાબરકાંઠાના ખેડબ્રહ્મા પંથકના હોવાની પ્રાથમિક માહિતી મળી છે.






