MS યુનિવર્સિટીના કુલપતિનું રાજીનામુ, યોગ્ય લાયકાત વગર VC બનાવી દેવાયા હોવાના પુરાવા…
વડોદરાની MS યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું છે. આજે MS યુ

વડોદરાની MS યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું છે. આજે MS યુનિવર્સિટીના કુલપતિનું રાજીનામું હાઇકોર્ટ સમક્ષ મુકાયું હતું. MS યુનિવર્સિટીના કુલપતિની નિયુક્તિને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. જે બાદ તેમણે રાજીનામુ આપ્યું છે. ટૂંક સમયમાં નવા કુલપતિની નિમણૂક કરવામાં આવશે.
વડોદરાની MS યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવને યોગ્ય લાયકાત વગર VC બનાવી દેવાયા હોવાના પુરાવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. હાઇકોર્ટ 10 ફેબ્રુઆરી, 2022 ના રોજ શ્રીવાસ્તવની વાઇસ ચાન્સેલર તરીકેની નિમણૂકને પડકારતી શિક્ષણ વિભાગના વરિષ્ઠ પ્રોફેસર સતીશ પાઠક દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી.




