મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોરાજીમાં ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે આંદોલન પાર્ટ-2ની શરૂઆત, ભાજપમાંથી અનેક આગેવાનોએ આપ્યા રાજીનામા

પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલી ટિપ્પણીનો વિવાદ દિવસેને દિવસે

ધોરાજીમાં ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે આંદોલન પાર્ટ-2ની શરૂઆત, ભાજપમાંથી અનેક આગેવાનોએ આપ્યા રાજીનામા

પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલી ટિપ્પણીનો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. આ મામલે રાજ્યભરનો ક્ષત્રિય સમાજ રોષે ભરાઈને દેખાવ કરી રહ્યા છે, આ મામલે ધોરાજી તાલુકાના અનેક ભાજપના ક્ષત્રિય આગેવાનોએ રાજીનામાં પણ ધરી દીધા છે. ધોરાજીના બાપુના બાવલા ચોક ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા. બાય બાય ભાજપના સૂત્રોચાર કરી રાજીનામા આપ્યા હતા.

ધોરાજી ભાજપ તાલુકા ઉપપ્રમુખ, તાલુકા ભાજપ મંત્રી , તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ , યુવા ભાજપ મંત્રી સહિત વિવિધ હોદ્દાઓ પરથી ક્ષત્રિય આગેવાનોએ રાજીનામા ધરી દીધા છે અને ધોરાજી તાલુકાના તમામ ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો અવે ક્ષત્રિય સમાજના કાર્યકર્તાઓ પણ રાજીનામા ધર્યા છે.

ધોરાજી તાલુકાના ક્ષત્રિયો વધુ આક્રમક મૂડમાં દેખાયા હતા. ક્ષત્રિય સમાજના ગુજરાત વ્યાપી દેખાવો અને આક્રોશ છતાં ભાજપે રાજકોટ બેઠક પરથી રૂપાલાને હટાવ્યા નથી. ક્ષત્રિય સમાજે સ્પષ્ટ કરી દીધું છે કે જો ભાજપ પાર્ટી અમારી લાગણી નહીં સમજે તો આગામી દિવસોમાં ફેઝ- ટુની સાથે જલદ કાર્યક્રમો યોજીશું.

આ સમાચાર શેર કરો