ગીર સોમનાથ: ઈકોઝોન બાદ હવે રેલ્વે લાઈનના વિરોધમાં ઉતર્યા 40 ગામના 3000થી વધુ ખેડૂતો
ગીર સોમનાથ જિલ્લામાં વધુ એક ખેડૂત આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે. ઈકોઝોન બાદ હવે ખેડૂ

ગીર સોમનાથ જિલ્લામાં વધુ એક ખેડૂત આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે. ઈકોઝોન બાદ હવે ખેડૂતોએ ઔદ્યોગિક રેલ્વે સામે આંદોલન શરુ કર્યું છે. સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામે ત્રણ હજાર ખેડૂતોએ સોમનાથની અંબુજા-છારા રેલ્વે લાઈનના વિરોધમાં સભા યોજી હતી. જેમાં અંબુજા સિમેન્ટ, GSCL સિમેન્ટ અને સિદ્ધી સિમેન્ટ માટે બનતી રેલ્વે લાઈન માટે આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
આ પણ વાંચો : રાજકોટ: ચેક રિટર્ન કેસમાં રાજમોતી મીલના માલિકને દોઢ વર્ષની સજા
ઔદ્યોગિક રેલ્વેના વિરોધમાં ગીર સોમનાથના 40 ગામડાઓના ખેડૂતોએ સભા યોજી જેમાં તેમણે, જાન દેંગે પર જમીન નહિંના નારા સાથે સંભવિત રેલ્વે સામે બાંયો ભીડી હતી. ખેડૂતોએ પોતાનો રદિયો રાખી આક્ષેપ લગાવ્યા હતા. વેરાનળ-કોડીનાર રેલ્વે લાઈન હોવા છતાં સમૃદ્ધ જમીન પર રેલ્વે લાઈન નાખવાનો પ્લાન છે. જૂની લાઈન હોવા છતાં માત્ર ફેક્ટરીઓના હિત માટે નવી રેલ્વે લાઈન નખાતી હોવાથી ખેડૂતો વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા છે. ગીર સોમનાથમાં ઈકો ઝોન સામે પણ આંદોલન ચાલી રહ્યું છે એવામાં ખેડૂતોના નવા આંદોલનથી સરકાર મૂંઝવણમાં મુકાઈ શકે છે. આ વિરોધ સભામાં ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી, જીલ્લા પ્રમુખ રમેશ બારડ સહીત બિનરાજકીય તમામ ખેડૂતો એકઠા થયા હતા. આ સભામાં આગામી દિવસોમાં રેલ્વેલાઇનનો વિરોધ કરવાની રણનીતિ ઘડાશે.




