Morbi: એપાર્ટમેન્ટના ત્રીજા માળની બાલ્કનીમાં ફસાઈ મહિલા; ફાયર વિભાગે કર્યું દિલધડક રેસ્ક્યુ
સોર્સ : GSTV
મોરબી શહેરના શનાળા રોડ પર આવેલી એક સોસાયટીમાં એક ચિંતાજનક ઘટના બની હતી. રાજકોટથી રહેવા આવેલા એક પરિવારની મહિલા એપાર્ટમેન્ટના ત્રીજા માળની બાલ્કનીમાં ફસાઈ ગયા હતા. જોકે, મોરબી ફાયર વિભાગની ટીમે સમયસૂચકતા વાપરી મહિલાને સુરક્ષિત રીતે નીચે ઉતારતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
રાજકોટથી મોરબી આવેલા નિતાબેન જોષી (ઉં.વ. ૫૨) સોસાયટીમાં રહેવા આવ્યાના પ્રથમ દિવસે જ બાલ્કનીમાં ગયા હતા, ત્યારે અચાનક દરવાજો લોક થઈ જતા તેઓ ત્યાં જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

